Short Briefing: પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના | Ikhedut પાણીના ટાંકા બનાવવા સહાય 2024 | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના 2024 | કૃષિ જ્ઞાન- રૂપિયા 75000 ની સહાય પાણી ના ટાંકા બનાવવા માટે | Water Tank Sahay Yojana
રાજ્ય સરકારનાં બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ડ્રિપ ઇરીગેશન માટે પાણીની ટાંકી માટે આઇ ખેડૂત સાઇટ પર યોજના જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં આ સહાય યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. તો આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેંટ્સ, સહાય યોજના માટેની યોગ્યતા અને અરજી પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું.
- 1 પાણીની ટાંકી સહાય યોજના માટેની પાત્રતા ! Water Tank Sahay Yojana
- 2 BOB પીએમ મુદ્રા લોન યોજના 2024: બેંક ઓફ બરોડા આપી રહી છે 10 લાખ સુધીની લોન, જુઓ સંપૂર્ણ માહિતી
- 3 પાણીની ટાંકી સહાય યોજનામાં મળવા યોગ્ય લાભો
- 4 Gay Sahay Yojana 2024: ગાય સહાય યોજના: દર મહિને રૂ.900 ની સહાય મેળવો,જાણો સંપૂર્ણ માહિતી
- 5 BOB પીએમ મુદ્રા લોન યોજના 2024: બેંક ઓફ બરોડા આપી રહી છે 10 લાખ સુધીની લોન, જુઓ સંપૂર્ણ માહિતી
- 6 પાણીના ટાંકા બનાવવા સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- 7 Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય
- 8 પાણીના ટાંકા બનાવવા સહાય માટેની અરજી પ્રક્રિયા
પાણીની ટાંકી સહાય યોજના માટેની પાત્રતા ! Water Tank Sahay Yojana
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા માટે સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા નીચે મુજબ છે.
- અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઇએ.
- આ સહાયનો યોજનાનો લાભ ગુજરાતના તમામ જાતિના ( SC, ST, સામાન્ય જાતિના) ખેડૂતો લઈ શકે છે.
- આ સહાય યોજનાનો લાભ લેવા માટે કિસાન પાસે પોતાની 02 વીઘા કરતા વધુ જમીન હોવી જોઇએ.
પાણીની ટાંકી સહાય યોજનામાં મળવા યોગ્ય લાભો
આ યોજનાનો લાભ અલગ અલગ વર્ગ પ્રમાણે આપવામાં આવે છે, જે નીચે મુજબ છે.
અનુસુચિત જનજાતિ કેટેગરી: અનુસુચિત જનજાતિમાટે પાણીની ટાંકી ની કિંમત 01 લાખના ખર્ચ પર ખર્ચનાં 75% મુજબ વધુમાં વધુ રૂપિયા. 75,000 ની સહાય આપવામાં આવશે.
અનુસુચિત જાતિના કેટેગરી: અનુસુચિત જાતિના ખેડૂતો માટે 01 લાખના ખર્ચ પર ખર્ચના 75 ટકા એટલેકે મહત્તમ રૂપિયા. 75,000 સુધીની સહાય આપવામાં આવશે.
સામાન્ય વર્ગના ખેડુતો કેટેગરી: સામાન્ય વર્ગના ખેડૂતને યુનિટ ખર્ચ રૂપિયા. 01 લાખ સુધીના ખર્ચ પર ખર્ચના 50 ટકા અથવા મહત્તમ 50,000 રૂપિયા ની સહાય આપવામાં આવશે.
પાણીના ટાંકા બનાવવા સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સરકારનાં અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે.
- ખેડૂતે સિમેન્ટથી પાકા પાણીના ટાંકા બનાવવામાં રહેશે.
- ડ્રિપ ઇરીગેશન સેટ ફરજિયાત હોવો જોઈએ.
- ટાંકાનાં ખર્ચના વ્યાજબી પણા માટે નારેગા સહાય યોજનાના સર્વેયર/તાલુકા સર્વેયર અથવા ગવર્મેન્ટ વલ્યુરનું ખર્ચ અંગેનું પ્રમાણપત્ર લાભાર્થી પાસેથી મેળવવાનુ રહેશે.
- ઓછામાં ઓછાં 25.50 ઘનમીટર ક્ષમતા વાળા ટાંકા બનાવવાના રહેશે.
- આ સહાયનો લાભ ખાતા દીઠ એકજ વાર મેળવી શકાશે.
પાણીના ટાંકા બનાવવા સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે પ્રમાણે છે.
- આધાર કાર્ડની ઝેરોક્ષ.
- જમીનના ઉતારા ૭/૧૨ અને ૮- અ ની નકલ.
- રદ કરેલ ચેક અને બેંક પાસબુકની ઝેરોક્ષ.
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની ઝેરોક્ષ (જો લાગુ પડતું હોય તો).
- સંમતી પત્ર (જો સંયુક્ત જમીન હોય તો ભાગીદારનું સંમતી પત્ર).
- જાતિનો દાખલો (અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે).
- દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારી દ્વારા દિવ્યાંગ અંગેનું સર્ટિફિકેટ.
પાણીના ટાંકા બનાવવા સહાય માટેની અરજી પ્રક્રિયા
પાણીના ટાંકા બનાવવા સહાય યોજનનનો નો લાભ લેવા અરજીનો સમયગાળો ૧૨-૦૩-૨૦૨૪ થી ૧૧-૦૫-૨૦૨૪ સુધીનો છે.
આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમે તમારા ગામના ગ્રામ્ય પંચાયતનાં કોમ્પ્યુટર ઓપરેટર અથવા સાઇબર કેફે અથવા જાતે i-khedut પોર્ટલની પોર્ટલ પર જઇને અરજી કરી શકો છો. ઓનલાઇન અપ્પ્લિવતીઓન કર્યા બાદ તે અરજી ફોર્મની રસીદ કાઢી લેવી અને જરૂરી ડોક્યુમેંટ્સ સાથે જોડી તમારા જિલ્લાના બાગાયત વિભાગની કચેરીમાં ફોર્મ જેમાં કરાવવાનું રહેશે. જો તમરી અરજી મંજૂર કરવામાં આવશે તો તમને એસએમએસ અથવા કૉલ દ્વારા જણાવવામાં આવશે.