Short Briefing :- શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 Shikshan Sahay Yojana 2024 Apply online કોને મળશે શિક્ષણ સહાય યોજના લાભ કોને મળશે શિક્ષણ સહાય યોજના લાભ બાળકોને મળશે 1800 થી 22 હજાર સુધીની સહાય Shikshan Sahay Scheme 2024 Apply online
Shikshan Sahay Scheme 2024 Apply online ગુજરાત રાજ્યના બાંધકામ શ્રમિકોના બાળકોને પ્રાથમિક શાળાથી લઈને હાઈસ્કૂલ સુધી અભ્યાસ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક સ્કીમ બહાર પાડવામાં આવી છે જેનું નામ છે, શિક્ષણ સહાય સ્કીમ આ યોજના મુજબ બાંધકામ કરતા કોઈપણ શ્રમિક ના વિધ્યાર્થીઓ આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે આ યોજના મુજબ શ્રમિકના વિધ્યાર્થીઓ પ્રાથમિક શાળા થી લઈને મહતમ શિક્ષણ સુધી સહાય મેળવી શકે છે તે માટેની પૂરી માહિતી લેખમાં આપવામાં આવી છે
કોને મળશે શિક્ષણ સહાય યોજના લાભ?
- ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોના બાળકો આ સ્કીમનો લાભ લઈ શકે છે.
- Shikshan Sahay Yojana 2024 યોજના પ્રાથમિક શાળાથી લઈને મહતમ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.
શિક્ષણ સહાય યોજના ના નિયમો
- બાંધકામ શ્રમિકોને આ પહેલનો લાભ મળવા યોગ્ય રહેશે.
- બાંધકામ શ્રમિકે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.
- જો બાંધકામ શ્રમિકના 02 બાળકો હોય તો બંને બાળકના જુદા જુદા અરજી ફોર્મ ભરવાના રહેશે.
- શ્રમિકના પુત્રી કે પુત્ર જો મૂંગા કે અપંગ હોય તો તેને આ સ્કીમ લાગુ પડશે નહીં.
- જો બાળકો વર્ગમાં નાપાસ થાય તો તે સહાય રકમ મળવા પાત્ર રહેશે નહીં.
- જે વિધ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે વિધ્યાર્થીઓને આ યોજના લાગુ પડશે નહીં.
- અરજી ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સચોટ માહિતી ભરવાની રહેશે.
Shikshan Sahay Scheme અગત્યના ડોક્યુમેંટ્સ
- વિદ્યાર્થીનું બોનાફાઇડ પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- બેંકની પાસબુક OR કેન્સલ ચેક
- બાળકનું છેલ્લા વર્ષનું રીઝલ્ટ
- શાળા કે કોલેજમાં ફી ભર્યા ની પાવતી
- જો રૂ5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી ફોર્મ ભરવાનું રહેશે
શિક્ષણ સહાય યોજના 2024 મળવા પત્ર સહાય વિગતો
શિક્ષણ સહાય યોજનામાં નીચે મુજબની સહાય મળી શકે છે
- વર્ગ ૧ થી ૫ = રૂપિયા ૧૮૦૦
- વર્ગ ૬ થી ૮ = રૂપિયા ૨૪૦૦
- વર્ગ ૯ થી ૧૦ = રૂપિયા ૮૦૦૦
- વર્ગ : ૧૧, ૧૨ = રૂપિયા ૧૦,૦૦૦
- વર્ગ ૧૨ પછી = રૂપિયા ૨૨,૦૦૦
- સ્નાતક પછી = રૂપિયા ૩૭,૦૦૦ થી લઈ ૬૭,૦૦૦ સુધીની સહાય મળવા યોગ્ય છે.
આ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવાનાં સ્ટેપ્સ
શિક્ષણ સહાય યોજના માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આર્ટીકલ ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ સ્ટેપ્સને અનુસરી શકે છે.
- ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://sanman.gujarat.gov.in/
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઓપ્શન પર ક્લિક કરો.
- શિક્ષણ સહાય/ PHD યોજના શોધો અને પછી નવા યુઝર ઓપ્શન પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની રસીદ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ ડોક્યુમેંટ્સ સ્કેન કરી વેબ સાઇટ પર અપલોડ કરવાના રહેશે OR અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
- ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટઆઉટ લો.