Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય

Short Briefing: Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય | i-khedut Power Tiller Sahay 2024 | [i khedut portal] પાવર ટીલર સહાય યોજના | i-khedut subsidy Yojana in Gujarat 2024-25 | ખેત ઓજારોની ખરીદી માટે નવી સહાય યોજના

રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડૂત સાઇટ પર ખેડૂતો માટે ઘણી બધી સ્કીમો બહાર પાડવામાં આવી છે. જેમાં નાના ખેડૂતોને મદદગાર થાય તેવા યંત્રોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારે પાવર ટીલર ખરીદવા પર સહાય આપતી યોજના જાહેર કરી છે. જેમાં 02 યોજનાનો સમાવેશ થાય છે. જેમાં એક પાવર ટિલર (08 BHP થી ઓછા) અને બીજી પાવર ટીલર 08 BHP થી વધુ) માટે સહાય આપવામાં આવશે.

પાવર ટીલર સહાય યોજનાનો ઉદેશ્ય

પાવર ટીલર સહાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને આધુનિક યંત્રો તરફ દોરવાનો છે. કિસાનો જે ટ્રેક્ટર લેવાની ક્ષમતા નથી ધરાવતા તેમના માટે આ યોજના લાવવામાં આવી છે.

ગુજરાત પાવર ટિલર સહાય યોજનાની પાત્રતા

આ સહાય યોજનાનો લાભ ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે. આ યોજનાનો લાભ સામાન્ય વર્ગના કિસાનો, અનુસૂચિત જાતિના કિસાનો અને અનુસૂચિત જનજાતિના કિસાનો લઈ શકે છે.

આ સહાય યોજનામાં મળવા પાત્ર લાભ

02 યોજનાઓમાં મળવા યોગ્ય લાભ નીચે મુજબ છે.

પાવર ટીલર (૮ BHP થી ઓછા) માટે.

સામાન્ય ખેડૂત માટે રૂપિયા. 1 લાખ સુધીના ખર્ચ પર 40 ટકા અથવા રૂપિયા. 40,000 ની સહાય આપવામાં આવશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 50 ટકા સુધી વધુમાં વધુ રૂપિયા. 50,000 ની સહાય આપવામાં આવશે.

પાવર ટીલર ૮ BHP થી વધુ) માટે.

સામાન્ય વર્ગના ખેડૂત ભાઈઓ માટે કુલ ખર્ચના 40 ટકા મુજબ 45 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 50 ટકા ની સહાયતા મહત્તમ 60 હજાર રૂપિયા ની સહાય પૂરી પાડવામાં આવશે.

ગુજરાત પાવર ટિલર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ

આ યોજનાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેંટ્સ માહિતી નીચે મુજબ છે.

  • આધાકાર્ડની ઝેરોક્ષ. બેંક પાસબુકની ઝેરોક્ષઅને રદ કરેલ ચેક.
  • જમીનની વિગત માટે 7/12 અને 8-A ની ઝેરોક્ષ. વન અધિકાર પત્રની ઝેરોક્ષ(જો લાગુ પડતું હોય તો).
  • જાતિનો દાખલો (જો લાગુ પડતું હોય તો). દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો).

ગુજરાત પાવર ટિલર યોજના માટેની અરજી પ્રક્રિયા.

આ યોજનાનો લાભ લેવા અરજી કરવાની વિગતો નીચે મુજબ છે.

  • સૌ પહેલા i khedut પોર્ટલની પોર્ટલ પર જાઓ.
  • યોજનાઓ પસંદ કરી બાગાયતી યોજનાના ઓપ્શનને પસંદ કરો.
  • પાવર ટીલર (08 BHP થી ઓછું) અથવા (08 BHP થી વધુ) બંને માંથી જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરો.
  • અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો અને જરૂરી માહિતી પૂરી પાડી અરજી કરો.
  • અરજી કર્યા પછી અરજીની રસીદ કાઢીલો અને તેમાં સહી અથવા અંગૂઠો લગાવી જરૂરી ડોક્યુમેંટ્સ જોડી સંબંધિત કચેરીએ રજૂ કરવાની રહેશે અથવા આઇ ખેડૂત સાઇટ પર સંબંધિત ડોક્યુમેંટ્સ સાથે અપલોડ કરવાનુ રહેશે.

Leave a Comment