Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

MYSY Scholarship : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુજબ હવે નાણાકીય પછાત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળશે 10 લાખ સુધીની સહાય

MYSY scholarship registration : પીએમ યુવા સ્વાવલંબન યોજના મુજબ વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 25,000 થી 10 લાખની નાણાકીય સહાય દોસ્તો તમે અને 10 અને 12 ના પાસ કરી આગળ શિક્ષણ કરવાનું વિચારી રહ્યા છો અને આપની નાણાકી પરિસ્થિતી સારી નથીતો આપે હવે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓને હવે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કીમ મુજબ તેમના શિક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કીમ મુજબ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમનો આગળનો અભ્યાસ ચાલુ રહે અને તેમને નાણાકીય સહાય પૂરી પાડવા અને તેમના ખર્ચને પહોંચી વળવા માટે આ સ્કીમ અંતર્ગત 25,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી સ્કીમમાં કેવી રીતે અરજી ફોર્મ ભરવું અને કેવી રીતે સ્કોલરશીપ મળી શકે છે એ માટે અમે આપને આજે વિગતવાર જણાવી રહ્યા છીએ. તો આપ લેખના અંત સુધી અમારી સાથે તમે જોડાયેલા રહેશો. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કીમ એટલે કે MYSY રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. ઓછી આવક ધરાવતા નાણાકીય પછાત વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય એ ઉદેશ્ય સાથે આ શિષ્યવૃત્તિ પહેલ શરૂ કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ મુજબ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખર્ચ, ટ્યુશનફી, પુસ્તકો, અને રહેવા માટેનો ખર્ચ વગેરે વિદ્યાર્થીઓ ઉપાડી શકે અને તેમનો અભ્યાસ તેમને અધવચ્ચે છોડવો ના પડે તે માટે ઉપયોગી થવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના ની આર્થિક સહાય : Mukhyamantri Yuva Swavalamban Yojana

રાજ્ય સરકાર દ્વારા નાણાકીય રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ધ્યેયસર અને તેમના અભ્યાસને ચાલુ રાખે તે માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચાર્જ સોસાયટી અને ડેન્ટલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાંચ વર્ષ સુધી રૂપિયા દસ લાખની સહાય આ યોજના મુજબ આપવામાં આવે છે.

MYSY scholarship eligibility criteria ધોરણ 10 અને 12 માં 80% થી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને અને ડિપ્લોમા અભ્યાસ સિલેક્ટ કરનારાવિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ25,000 અથવા 50 ટકા ફી બંનેમાંથી જે ઓછું હોય તેટલી રકમ આ યોજના મુજબ મળશે. બિન અનામત વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધન સહાય ખરીદવા માટે આ સહાય ચૂકવવામાં આવે છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન સોસાયટી અને ડેન્ટલ કોર્સ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ5,00,000 થી રૂ 10,00,000 સુધીની નાણાકીય સહાય આ યોજના મુજબ મળવા યોગ્ય થાય છે.

જરૂરી ડોક્યુમેન્ટ ની સૂચિ : MYSY Documents List

  • 10 અથવા 12 માની માર્કશીટ
  • જાતિનું સર્ટિફિકેટ
  • રહેઠાણના પુરાવો
  • આવકનો પુરાવો
  • શૈક્ષણિક લાયકાતનાં સર્ટિફિકેટ

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને આ પહેલ મુજબ લાભ આપવામાં આવે છે. 10 અને ધોરણ 12 માં 80 ટકા કરતાં વધારે માર્ક લાવનાર વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્કોલરશીપ આપવામાં આવે છે. કોલેજ અથવા તો કોઈ પણ ડિપ્લોમા અભ્યાસક્રમ માટે આ સ્કોલરશીપની સહાય ચૂકવવામાં આવે છે.

અરજી કરવાની રીત :

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુજબ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ MYSY ની અધિકૃત સાઈટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. સૌ પહેલા અરજી ફોર્મમાં માગવામાં આવેલ વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ જરૂરી ડોક્યુમેંટ્સ જેવા કે માર્કશીટ, રહેઠાણનો પુરાવો, આવકનો પુરાવો, જાતિનું સર્ટિફિકેટ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે.

Leave a Comment