Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Kuvarbai Nu Mameru Yojana Gujarat: કુંવરબાઈનું મામેરું યોજના સરકાર કન્યાઓનાં લગ્ન સમયે આપશે સહાય, જાણો સંપૂર્ણ માહિતી

Short Briefing – કુંવરબાઈનું મામેરું યોજના pdf | કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf | કુંવરબાઈનું મામેરું યોજના Status | કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ | Kuvarbai nu mameru yojana details in gujarati | કુંવરબાઈનું મામેરું નરસિંહ મહેતા | મંગળસૂત્ર યોજના | Kuvarbai nu mameru yojana online form

In 2024 Kuvarbai Nu Mameru Yojana Gujarat : ગુજરાત રાજ્યમાં ગરીબ કુટુંબની કન્યાઓનાં કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી પહેલો ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું સ્કીમનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી નાણાકીય રીતે મદદરૂપ થવાના હેતુ રહેલો છે. વિવાહ કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંક અકાઉન્ટમાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું સ્કીમ એસ.સી વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીઓને તથા નાણાકીય રીતે નબળા પરિવારોની દીકરીઓના વિવાહ કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ સ્કીમમાં લાભાર્થી દીકરી દીઠ 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ વેબ સાઇટ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈ નું મામેરું પહેલ પ્રદાન કરે છે. “કુંવરબાઈ નું મામેરું યોજના” સામાજિક અને આર્થિક રીતે નબળા કુટુંબની દીકરીઓના લગ્નમાં રૂ12,000 નો લાભ આપે છે. “કુંવરબાઈ નું મામેરું યોજના”નો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ સાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. કન્યાને રૂ.10000 ની સીઘી બેંક અકાઉન્ટમાં મદદ આપવામાં આવે છે.

Kuvarbai Nu Mameru Yojana 2024 – Apply Online

આપણાં રાજ્યમાં ગરીબ કુટુંબની કન્યાઓનાં કલ્યાણ માટે અને તેમને નાણાકીય મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ સ્કીમમાં પરિણીત દીકરીઓને ડીબીટી દ્વારા સીધી તેમના બેંક અકાઉન્ટમાં સહાય ચૂકવવામાં આવે છે. કુંવરબાઈ નું મામેરું સ્કીમ સામાજિક અને નાણાકીય રીતે નબળા કુટુંબની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂપિયા. 12000/- DBT દ્વારા સીધા બેંક અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

સહાયનું ધોરણ જાણો

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ નાણાકીય રીતે પછાત વર્ગની કન્યાઓના વિવાહ પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તારીખ. ૧/૪/૨૦૨૧ પછી વિવાહ કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂપિયા.12,000/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર હેઠળ રૂપિયા.10,000/- ની મદદ ચૂકવવામાં આવશે.

યોગ્યતા અને માપદંડ

મિત્રો Kuvarbai Mameru Scheme યોજના યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના પાત્રતાના માપદંડો વિશે જાણવું જરૂરી છે.

  • સૌ પહેલા અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજી કરનાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(2) પુખ્તવયની કન્યાના વિવાહ પ્રસંગ સુધી આ યોજના મુજબ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક રૂપિયા. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂપિયા. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ દીકરીના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના 02 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ પહેલની સહાય મળવાપાત્ર થશે.

જરૂરી ડોક્યુમેંટ્સ

  • દીકરીનું આધારકાર્ડ
  • દીકરીના પિતા/વાલીનો વાર્ષિક આવકનો પુરાવો
  • લગ્ન નોંધણી સર્ટિફિકેટ
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

કુંવરબાઈનું મામેરું યોજના અરજી ફોર્મ PDF | Kuvarbai Nu Mameru Yojana Form PDF

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અરજી ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ અરજી ફોર્મ બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે એપ્લિકેશન ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે.

Kuvarbai Nu Mameru Scheme 2024 ફોર્મ મેળવવા માટે https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ પર થી ડાઇરેક્ટ ડાઉનલોડ કરી શકાશે.

કુવરબાઈનું મામેરુ અરજી ફોર્મ ઓનલાઈન અરજી કરો । Kuvar Bai Nu Mameru Scheme 2024

  • સૌ પહેલા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઈ સમાજ કલ્યાણની અધિકૃત પોર્ટલ esamajkalyan.gujarat.gov.in મુલાકાત લો.
  • જો તમે આ પોર્ટલ પર નવા છો તો નોંઘણી વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં તમારે તમારું નામ, ફોન નંબર અને ઈમેલ આઈડી નાખીને નવું ID બનાવવું પડશે.
  • આ પછી તમારે તમારા ID પાસવર્ડ થી Login સાઇટ પર કરવાનું રહશે.
  • ડેશબોર્ડ પરથી તમારી જાતિ સિલેક્ટ કરો.
  • હવે તમારે કુવરબાઈનુ મામેરુ યોજના પહેલ માટે અરજી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પૃષ્ઠ પર તમામ જરૂરી વિગતો દાખલ કરો.
  • જરૂરી ડોક્યુમેંટ્સ પણ સબમિટ કરો.
  • આખરે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, કુવરબાઈ નુ મામેરુ સ્કીમ માટેની તમારી અરજી સબમિટ થઈ જશે.

કુંવરબાઈનું મામેરું યોજના સ્ટેટસ સહાય જમા ના થઈ હોય તો શું કરવું ?

કુંવરબાઈનું મામેરું પહેલ જો તમે અગાઉ ઓનલાઈન એજી કરેલી હોય અને સહાય જમા ના થઈ હોય તો સૌથી પ્રથમ ઓનલાઈન સ્ટેટસ જાણી લો. તેમ છ્તાં વધુ વિગતો અને માહિતી માટે સંબંધિત જિલ્લા ખાતે આવેલી ‘જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી’ ખાતે રૂબરૂ મુલાકાત કરો.

Leave a Comment