Short Briefing : વિધાર્થીઓ માટે સહાય યોજના ! ઉચ્ચ શૈક્ષણિક યોજના 2024 ! મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના pdf ! અનુસૂચિત જનજાતિ યોજના ! શિક્ષણ સહાય યોજના ! કન્યા કેળવણી યોજના
Gujarat government Yojana : જો તમે તમારા બાળકના શિક્ષણના ખર્ચને લઈ ચિંતા કરી રહ્યા છો, તો હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષિત ગુજરાત,વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે કેટલી સ્કીમો ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સહાય આપવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ આવી જ કેટલી યોજનાઓ વિશે જે વાલીઓને બાળકના શિક્ષણ માટે ખૂબ જ કામ લાગશે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના – MYSY scholarship
ધ્યેય : તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મહતમ શિક્ષણ માટે જરૂરી નાણાકીય સહાય
ટ્યુશન ફી સહાય: 10 હજાર થી 2 લાખ સુધી (વાર્ષિક ધોરણે) (ટ્યુશન ફીના 50 ટકા અથવા બે માથી જે ઓછું હોય તે)
અરજી કરવા માટે: https://mysy.guj.nic.in
MKKN: મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના
ધ્યેય: MBBSના અભ્યાસક્રમમાં દીકરીઓને પ્રોત્સાહન આપવા નાણાકીય સહાય
સહાય કેટલી મળશે : MBBSમાં ભણતી દીકરીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત મળેલ 50 ટકા ટ્યુશન ફી સહાય ઉપરાંત વધારાની 4 લાખ રૂપિયા સુધીની ટ્યુશન ફી સહાય
અરજી કરવા માટેની લિન્ક : https://mysy.guj.nic.in
માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS)
ઉદેશ્ય : અતિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મહતમ શિક્ષણ માટે જરૂરી નાણાકીય સહાય
ટ્યુશન ફી સહાય: 10 હજાર થી 5 લાખ સુધી (વાર્ષિક ધોરણે) ની સહાય
અરજી કરવા માટે જરૂરી લિન્ક : https://scholarships.gujarat.gov.in
એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના ! Interest Subsidy Scheme on Education Loan
ધ્યેય : તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં મહતમ શિક્ષણ માટે
સહાય: 10 લાખ રૂપિયા સુધીની એડ્યુકેશન લોન પર મોરિટેરીયમ પિરિયડ (કોર્સ સમયગાળો + 1 વર્ષ) સુધી લોન પર વ્યાજ સબસિડી
અરજી કરવા માટે જરૂરી લિન્ક : https://isel.guj.nic.in
આદિજાતિના બાળકોને ફ્રી-શીપ કાર્ડ સવલત
ઉદેશ્ય : ફ્રી-શીપ કાર્ડ થકી વિદ્યાર્થી પોતાની કોલેજમાં પ્રવેશ સુનિશ્ચિત (કન્ફર્મ) કરી શકશે
સહાય: ફ્રી શીપ કાર્ડ ( શિષ્યવૃત્તિ સહાય મળશે )
અરજી કરવા માટે જરૂરી લિન્ક : https://www.digitalgujarat.gov.in