Short Briefing: લીંબુની ખેતી pdf | કૃષિ વૈવિધ્યકરણ યોજના 2024 | લીંબુ ના છોડ ની માવજત | લીંબુ ની ખેતી | લીંબુ નો છોડ | આંબા ની ખેતી pdf | લીંબુ ની કલમ | વૈજ્ઞાનિક રીતે આંબા ની ખેતી ની માહિતી ! Ikhedut New Yojana: લીંબુ અને આંબાની ખેતીનાં નવીનીકરણ માટે મેળવો આર્થિક સહાય (2024)
લીંબુ અને આંબાની ખેતી કરતા ખેડૂતો માટે ખુબજ સારા સમાચાર. જે લોકો લીંબુ અને આંબાની ખેતી કરે છે તેવા ખેડૂતો માટે સરકારે મહત્વની યોજના બહાર પડી છે. જેથી જે ખેડૂતો ઘણા સમયથી લીંબુ અને આંબાની ખેતી કરતા હોય તેવા ખેડૂતોને તેમની ખેતીમાં નાવિની કરણ કરવું હોય અથવા સુધારો કરવો હોય તેવા ખેડૂતોને સરકાર આર્થિક સહાય આપશે.
- 1 Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય
- 2 આ સહાય યોજના હેઠળ મળવા પાત્ર લાભ
- 3 Water Tank Sahay Yojana: પાણીના ટાંકા બનાવવા સહાય 2024 – વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
- 4 Tractor Subsidy Sahay yojana 2024 : ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર ખેડૂતો ને મળશે સબસિડી
- 5 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે મળવા પાત્ર લાભો
- 6 Google Pay Personal Loan: ગુગલ પે તાત્કાલિક આપી રહ્યું 10 હજાર થી 50 હજાર સુધીની લોન, જાણો લોનની તમામ માહિતી
- 7 યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય
જે ખેડૂતો આંબાની ખેતી ત્રીસ વર્ષ અને લીંબુની ખેતી વીસ વર્ષથી કરે છે, તેવા ખેડૂતોને પોતાના લીંબુ અથવા આંબાના બગીચાને નવીનીકરણ કરવા અથવા નવસર્જન કરવાના ખર્ચ માટે ગુજરાત સરકાર તરફથી સહાય આપવામાં આવશે. ખેડૂતોને ખાલી જગ્યા પડી હોય ત્યાં ફરી ડાળીઓ કાપવા, છોડ ઉખાડવા અને રોપા ઉગાડવા માટેના સાધનો સરકાર દ્વારા સૂચવવામાં આવેલ સંસ્થાઓ પાસેથી ખરીદવાના રહેશે.
આ સહાય યોજના હેઠળ મળવા પાત્ર લાભ
સામાન્ય વર્ગનાં ખેડૂતો માટે
આંબાની ખેતી માટે સહાય
આ યોજનામાં ખેડૂતોને આંબાના પાક માટે ખર્ચમાં વધુ માં વધુ રૂ. 80,000/- હેક્ટર મળશે છોડ ઉખાડવા, ડાળીઓ કાપવા તથા આંબાની માવજત ખર્ચ માટે વધુ માં વધુ રૂ. 40,000/- હેક્ટર ખાલી જગ્યાઓ પર ફરી આંબાની રોપણી (200 આંબાની કલમ/હેક્ટર) રોગ સામે રક્ષણ આપવા અને પોષણ પૂરું પાડવા માટેના ખર્ચના મહત્તમ રૂપિયા. 20,000- /હેક્ટર
આંબાવાડી માટે સહાયનું ધોરણ: કુલ ખર્ચના 50 ટકા અથવા વધુમાં વધુ રૂ. 40,000- /હેક્ટર બે માંથી જે ઓછું હોય તે છે.
લીંબુની ખેતી માટે સહાય
લીંબુનાં પાક માટે મળવા યોગ્ય સહાય એકમ ખર્ચ વધુમાં વધુ રૂ.50,000- /હેક્ટર છે. કાપણી કરવા, છોડ ઉખાડવા માટે મશીન, સાધનો અને અન્ય ખર્ચ માટે વધુમાં વધુ રૂપિયા. 20,000/- હેક્ટર ખાલી પડેલ જગ્યામાં ફરી રોપા વાવવા માટે રોપા લેવા માટે રૂપિયા. 10,000/- હેક્ટર (જેમાં 200 રોપા અથવા લીંબુની કલમ/હેક્ટર) મળશે. રોગને અટકાવવા અને પોષણ પૂરું પાડવા માટેના ખર્ચના વધુમાં વધુ રૂપિયા.20,000- /હેક્ટર મળશે.
લીંબુના પાક માટે સહાયનું ધોરણ: લીંબુના પાકમાં થતાં ખર્ચના 50 ટકા અથવા રૂપિયા.25,000 હેક્ટર બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. આ સ્કીમનો લાભ ખાતા દીઠ અને લાભાર્થી દીઠ એક જ વાર આપવામાં આવશે. આ સ્કીમ લાભાર્થી દીઠ 0.20 હેક્ટરથી વધુમાં વધુ 02 હેક્ટર સુધીજ આપવામાં આવશે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે મળવા પાત્ર લાભો
આંબાના પાક માટે આપવામાં આવતી સહાય
બંને કેટેગરીના ખેડૂતોને સમાન લાભ મળશે. આંબાના પાક માટે ખર્ચના મહતમ રૂપિયા. 80,000 હેક્ટર, છોડને ઉખાડવા અને કાપણી કરવા માટે મશીન, સાધનો અને અન્ય ખર્ચ માટે મહતમ રૂપિયા. 40,000/- હેક્ટર, ખાલી જગ્યા પૂર્વ માટે છોડ લગાવવા વધુમાં વધુ રૂપિયા 20,000 (200 રોપા)/હેક્ટર, રોગ જીવાતથી બચાવવા અને પોષણ પૂરું પાડવા ખર્ચના વધુમાં વધુ રૂ.20,000- /હેક્ટર સહાય મળવા યોગ્ય રહેશે.
આંબાના પાક માટે સહાય ધોરણ: કુલ ખર્ચના 75 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા. 60.000/- હેક્ટર બે માંથી જે ઓછું હોય તે મળશે.
લીંબુના પાક માટે સહાય
લીંબુના પાકના ખર્ચના મહતમ રૂ.50,000/- હેક્ટર છોડની કાપણી કરવા, છોડને ઉખાડવા માટે મશીન, સાધન તથા અન્ય ખર્ચના વધુમાં વધુ રૂ.20,00/- હેક્ટર મળશે. ખાલી પડેલી જગ્યાઓ પર રોપા વાવવા વધુ માં વધુ રૂ.20,000/- (200 રોપા અથવા કલમ) પ્રતિ હેક્ટર મળવા યોગ્ય થશે. રોગ જીવાત સામે રક્ષણ અને પોષણ પૂરું પાડવા ખર્ચના વધુમાં વધુ રૂ.20,000/હેક્ટર મળવા યોગ્ય છે.
લીંબુના પાકના ખર્ચના 75 ટકા % અથવા મહતમ રૂ.37,500/- હેક્ટર બંને માંથી જે ઓછું હોય તે સહાય મળવા યોગ્ય રહેશે.
યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- આધારકાર્ડની ઝેરોક્ષ
- જમીનની વિગત માટે 7/12 અને 8-A ની ઝેરોક્ષ
- દિવ્યંગતા અંગેનું સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)
- બેન્ક ખાતા બુકની નકલ અને રદ કરેલ ચેક
- જો સંયુક્ત અકાઉન્ટ હોય તો ભાગીદારોની સંમતિ આપતું સંમતિ પત્રક
- જાતિનું સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)
- વન અધિકાર પત્ર (જો લાગુ પડતું હોય તો)
આ સ્કીમનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો. જે ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તે ikhedut portal ની વેબ્સિતે પર ઓનલાઇન અરજી કરી શકે છે અથવા ગ્રામસેવક પાસે જઈ અરજી ફોર્મ ભરાવી શકે છે.