Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

I-khedut New Scheme: શાકભાજીની પ્રાકૃતિક ખેતી પર મેળવો રૂપિયા 20 હજારની સહાય (2024)

Short Briefing – પ્રાકૃતિક ખેતી પર મેળવો 20 હજારની સહાય (2024) | પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ 20 હજારની સહાય | ખેતી સહાય યોજના | પ્રાકૃતિક ખેતી યોજના | પ્રાકૃતિક ખેતી યોજના ગુજરાત | I-khedut New Yojana: શાકભાજીની પ્રાકૃતિક ખેતી પર મેળવો રૂપિયા 20 હજારની સહાય (2024) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ને મળશે આર્થિક સહાય

ખેડૂત દોસ્તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ના વધુ પડતા ઉપયોગને લીધે જમીનની ગુણવત્તા ઘણી ઓછી કે ખરાબ થઈ રહી છે, જેથી પાકની ગુણવત્તા પણ ઓછી થઈ ગઈ છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી ખેડૂતો માટે નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતી સહાય યોજના ગુજરાત

રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રાકૃતિક રીતે શાકભાજીનું ઉત્પાદન કરવા પર સહાય આપવામાં આવશે. ગુજરાતનાં ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતનાશક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદન મળતું રહે અને લોકોને પણ ઉચ્ચ ગુણવત્તા વાળા શાકભાજી મળી રહે તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપતી સ્કીમો જાહેર કરી છે.

પ્રાકૃતિક ખેતી યોજના ગુજરાત 2024

શાકભાજીની પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રત્સાહન આપવા પ્રતિ હેક્ટરે વધુ રૂપિયા 20,000 ની સુધીની સહાય આપવામાં આવશે. હાલના સમયમાં વધુ પડતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગના કારણે શાકભાજીની ગુણવત્તા ઓછી થઈ રહી છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે જેને પહોંચી વળવા સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ દોરવા આ સ્કીમ જાહેર કરવામાં આવી છે.

આ યોજનાની સહાયતાથી શાકભાજી ઉગાડવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી પ્રક્રિયા અપનાવશે અંદાજ પ્રમાણે આવતા પાંચ વર્ષમાં આશરે 5000 હેક્ટર સુધીનો વધારો થશે, સાથે આ સ્કીમમાં મળવામાં આવતી સહાય Direct Bank Transfer પદ્ધતિથી કરવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી યોજના અંતર્ગત મળવા પાત્ર લાભો

આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે જેથી કિસાનોને રાસાયણિક ખાતર અને જંતનાશક દવાઓનો ઉપયોગ ન કરવો પડે અને ખેડૂતોના ખર્ચમાં ઘટાડો આવશે. પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવેલા પાકના ભાવ સારા આવશે જેથી ખેડૂતો આવકમાં વધારો થશે અને સામાન્ય લોકોને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવેલ ઉચ્ચ ગુણવતા વાળા શાકભાજી મળી રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા સંબંધિત કચેરીએ જઈ અરજી ફોર્મ ભરી શકે છે.

Leave a Comment