Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Gay Sahay Yojana 2024: ગાય સહાય યોજના: દર મહિને રૂ.900 ની સહાય મેળવો,જાણો સંપૂર્ણ માહિતી

Short Briefing: સરકારી યોજનાઓ – ગાય સહાય યોજના ફોર્મ માટે અહિયાં ક્લિક કરો | Gay sahay yojana 2024 online registration | ગાય સહાય યોજના 2024 Gay sahay yojana 2024 | ગાય આધારિત પ્રાકૃતિક ખેતી Gay sahay yojana 2024 Gujarat

Gay Sahay Yojana 2024: રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઘણી સ્કીમો ચલાવવામાં આવે છે જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગાય મહત્વની ભૂમિકા ધરાવે છે. જેથી ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આઇ ખેડૂત સાઇટ યોજના 2024 હેઠળ ગાયના નિભાવ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. ગાય આધારિત ખેતી કરવાથી કૃષી ખર્ચ જેવાકે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને અન્ય વ્યવસ્થાપન ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેડૂતની આવકમાં વધારો થાય છે.

Also Read

PVC Aadhar Card Online: ફક્ત 50 રૂપિયામાં બનશે પીવીસી આધાર કાર્ડ, આ રીતે કરો અરજી

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનાં ફાયદાઓ

Gay Sahay Yojana 2024: ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ના ફાયદા યોજના ખેડૂતોની આવક ડબલ કરવા માટે અમલમાં મૂકેલા અલગ અલગ કાર્યક્રમોમાંની એક છે. પ્રાકૃતિક ખેતી કરવાથી પાકને લગતા જરૂરી સામગ્રી દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર માંથીજ બનાવવામાં આવે છે. જેના પરિણામે જમીનની ફળદ્રુપતા વધે છે, ઉત્પાદન ક્ષમતા વધે છે, વધારે ભાવ મળે છે, જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે જેવા ઘણા ફાયદાઓ થાય છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહાય યોજના અંતર્ગત મળવા યોગ્ય લાભો

દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂત પરિવારને એક ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને રૂપિયા 900/- એટલે વાર્ષિક રૂ10,800 ની સહાય આપવામાં આવશે. આ સહાય યોજનાનો લાભ ગુજરાત ગુજરાતનાં તમામ ખેડૂતોને આપવામાં આવશે.

આ સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી પાત્રતા

ગાય આધારિત ખેતી સહાય યોજના માટેની પાત્રતા નીચે મુજબ છે.

  • ખેડૂત પાસે દેશી ગાય હોવી જોઈએ અને તે ગાયને આઇડેન્ટીફિકેશન ટેગ લગાવેલ હોવી જોઈએ (જો ટેગ ન હોય તો પણ અરજી કરી શકાશે પરંતુ જો સહાય યોજનામાં પસંદગી થાય તો આઇડેન્ટીફિકેશન ટેગ ફરજિયાત લગાવવાની રહેશે).
  • જો પ્રકઋતિક ખેતી માટેની ટ્રેનિંગ હોય અને શરતો પૂરી પડતા હોય તેવા ખેડૂતોને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે.
  • આ યોજના માત્ર દેશી ગાય ધરાવતા ખેડૂતોને મળવા યોગ્ય રહેશે.
  • ખેડૂત ગાય આધારિત ખેતી ઓછામાં ઓછાં એક એકર જમીનમાં કરતા હોવા જોઈએ (નાના વાછરડા ગાય તરીકે ગણાશે નહિ).
  • આ સહાય યોજનાનો લાભ ખાતા દીઠ 1 વાર મળશે.
  • કિસાને પ્રક્રઉતિક ખેતીનાં માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ મેળવેલી હોવી જોઈએ.

જરૂરી ડોક્યુમેંટ્સ લિસ્ટ

  • આધાર કાર્ડ.
  • 7/12 અને 8-A ની ઝેરોક્ષ.
  • સંયુક્ત ખાતું હોય તો અન્ય ખાતેદારોની સંમતિ આપતું સંમતિ પત્રક.
  • બેન્ક ખાતા બૂક ની ઝેરોક્ષ/ રદ કરેલ ચેક.

આ સહાય યોજના માટે અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા ખેડૂતે આઈ ખેડૂત સાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂત ઓનલાઇન અરજી પોતાના ગામના ઇ- ગ્રામ સેવક દ્વારા OR અન્ય સાઇબર કેફે પર જઈ કરી શકે છે અથવા અરજી કરવાની સમય મર્યાદામાં સંબંધિત કચેરીએ જઈ અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ અરજીની રસીદ લઈ લેવી, અરજીની રસીદ લઈ જરૂરી ડોક્યુમેંટ્સ સાથે સહી કરી આત્માની કચેરીએ જમાં કરાવવાની રહેશે.

અન્ય જરૂરી વિગતો

  • આ સહાય યોજનામાં પસંદગી થાય તો 7 દિવસની અંદર ગાયનું આઇડેન્ટીફિકેશન ટેગ (ગાયનાં ફોટા સાથે) અને પ્રાકૃતિક ખેતીનું વેરીફિકેશન કરવાનું રહેશે.
  • મંજૂર થયેલ લાભાર્થીને મહિને રૂપિયા.900/- લેખે ત્રણ મહિનાની રકમ રૂપિયા.2700/- એડવાન્સમાં લાભાર્થીના બેન્ક અકાઉન્ટમાં સીધી આપવામાં આવશે.
  • દર 06 મહિને ગાય અંગેનું ટેગ અને ગાય હયાત છે કે નઈ તથા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે તે અંગેનું સર્ટિફિકેટ ગ્રામ સેવક/ બીટીએમ/ એટીએમએ રજૂ કરવાનું રહેશે. જો ખેડૂત પાસે ગાય ન હોય અથવા પ્રાકૃતિક ખેતી ન કરતો હોય તો સ્કીમની સહાય બંધ કરવામાં આવશે.
  • અરજી કરનારને બાહેધરી આપવી પડશે કે જો ખેડૂતે સ્કીમનો લાભ મેળવેલ હોય અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ખબર પડે તો સહાય બંધ થશે અને મેળવેલ સહાય પરત જમાં કરાવવાની રહેશે. જો જમાં નઈ કરાવે તો સરકારશ્રી વસુલાત કરી શકશે.
  • દેશી ગાયનું મૃત્યુ થાય કે વેચી નાખવામાં આવે અથવા પ્રાકૃતિક ખેતી બંધ કરી દેવામાં આવે તો યોજના અંતર્ગત મળવામાં આવતી સહાય બંધ કરી દેવામાં આવશે. જો બીજી ગાય વસાવે અને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે ત્યારે નવેસરથી ફરી અરજી કરવાની રહેશે.

Leave a Comment