Short Briefing- Ikhedut New Yojana: જામફળ અને આંબાની ખેતી કરતા ખેડૂતો ને મળશે આર્થિક સહાય (2024બાગાયતી પાકો માટે મળશે સહાય બાગાયત ની ખેતી કરવા માટે સરકાર આપશે સહાય બાગાયતી યોજનાઓ
જામફળ તથા આંબાની ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે બાગાયત યોજના જાહેર કરી છે. ગુજરાત રાજ્ય સરકારે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ઘણી બધી બાગાયતી ખેતી સહાય યોજનાઓ જાહેર કરી છે, જેમાં જામફળ તથા આંબા ની ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી કરવા માટેનું પ્રોત્સાહન મળી રહે. Ikhedut New Yojana: જામફળ તથા આંબાની ખેતી કરતા ખેડૂતો ને મળશે નાણાકીય સહાય (2024)
PVC Aadhar Card Online: ફક્ત 50 રૂપિયામાં બનશે પીવીસી આધાર કાર્ડ, આ રીતે કરો અરજી
જામફળ તથા આંબાની ખેતી માટે સહાય યોજના અંતર્ગત મળવા પાત્ર લાભો
આ યોજના અંતર્ગત જામફળ તથા આંબાની બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ઉત્પાદકતા વધારવા માટે સરકાર ખેડૂતોને સહાય આપશે જેમાં
આંબાની ખેતી માટે મળતી સહાય: આંબાની રોપણી કરવા આંબાની કલમ દીઠ વધુમાં વધુ રૂ. 100 અથવા કલમ દીઠ થયેલ ખર્ચ આ બંને માંથી જે ઓછું હોય તે, જેમાં હેક્ટર દીઠ વધુ માં વધુ રૂ.40,000/- ની સહાય આપવામાં આવશે. પહેલા વર્ષે આંતર પાકમાં અન્ય બીજા બાગાયતી પાક લગાવવાની સામગ્રીના ખર્ચ પર 50 ટકા લેખે વધુમાં વધુ રૂ. 10,000- /હેક્ટર બે માંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવશે.
જામફળની ખેતી માટે મળતી સહાય: જામફળનાં પાક માટે કલમ અથવા ટિસ્યુ રોપા દીઠ વધુમાં વધુ રૂપિયા. 80 અથવા રોપા કુલ ખર્ચ બંને માંથી જે ઓછું હોય તે માટે મહતમ રૂપિયા. 44,000/- હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે. પહેલા વર્ષે આંતર પાક લગાવવા માટેની સામગ્રીના ખર્ચના 50 ટકા લેખે હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે.
જામફળ તથા આંબાની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટેની કેટલીક શરતો
- આંબાના પાક માટે ઓછામાં ઓછાં 400 કલમો પર સહાય મળશે.
- જામફળની પાક માટે ઓછામાં ઓછાં 555 કલમ/રોપા પર સહાય મળશે.
- કલમો માટે નિશ્ચિત કરેલી નર્સરી માંથી જ સામગ્રી ખરીદવાની રહેશે.
- યોજનામાં વાવેતરને લગતા અન્ય બધાજ ખર્ચ અરજી કરનારને જ ભોગવવાના રહેશે.
- આ યોજના હેઠળ આંબા તથા જામફળનું ઓછામાં ઓછું 0.20 હેક્ટર વિસ્તારમાં વાવેતર ફરજિયાત છે અને વાવેતર MIDH નાં નિર્દેશ અનુસાર હોવું જોઈએ.
- aa સહાય ખાતા દીઠ મહત્તમ 02 હેક્ટર સુધીજ મળશે.
જામફળ તથા આંબા બાગાયતી યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
આધાર કાર્ડની ઝેરોક્ષ
જમીનનીવિગત માટે 7/12 અને 8-A ની ઝેરોક્ષ
બેન્ક ખાતા બૂક ની ઝેરોક્ષ અને રદ કરેલ ચેક
સન્યુંકત ખાતું હોય તો અન્ય ખાતેદારોની સંમતિ આપતું સંમતિ પત્રક
જાતિનો દાખલો (જો લાગુ પડતું હોય તો)
દિવ્યાંગતા નું સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)
વન અધિકાર પત્ર (જો લાગુ પડતું હોય તો)
આ યોજનાનો લાભ લેવા ખેડૂત આઈ ખેડૂત વેબ સાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છ. અરજી કરવા ખેડૂતે i khedut portal ની પોર્ટલ પર જઈ યોજનાઓનો ઓપ્શન પસંદ કરી બાગાયતી યોજનાઓ (Bagayati yojana) વિભાગમાં જઈ “જામફળ તથા આંબા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ” યોજના સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ અરજી કરો ઓપ્શન પર ક્લિક કરી જરૂરી ડોક્યુમેંટ્સ જોડી ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની રસીદ કાઢી લેવી અને અરજી મજૂર થાય બાદ અરજીની રસીદ સાથે સંબંધિત ડોક્યુમેંટ્સ જોડી સંબંધિત કચેરીએ સબમિટ કરવાની રહેશે.