Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

આંબેડકર આવાસ યોજના અરજી ફોર્મ, મકાન બનાવવા 1 લાખ 20 હજારની આર્થિક સહાય મળશે | Dr. Ambedkar Awas Yojana

Short Briefing – Dr. Ambedkar Awas Yojana 2024 Apply Online | Dr. B.R. Ambedkar Awas Navinikarn Yojana| પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 સમાજ કલ્યાણ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ આવાસ યોજના ઓનલાઈન ફોર્મ સ્વ ઘોષણા પત્ર આવાસ યોજના

Dr. Ambedkar Awas Yojana 2024 Apply Online : ડોક્ટર આંબેડકર મકાન સહાય યોજના અંગે વિસ્તૃત જાણકારી મેળવતા ગુજરાતમાં ઘણા પરિવારો ઘરવિહોણા છે અને તેઓને રહેવા માટે પોતાનું પાકું ઘર નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના મુજબ ઘર બનાવવા માટે 1 લાખ 20 હજાર ની સહાય આપવામાં આવે છે.

03 હપ્તામાં આપવામાં આવતી હોય છે તો ચાલો આપણે આ લેખ દ્વારા જાણીએ કે આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય શું છે આવાસ યોજના અંગેના નિયમો અને શરતો કોણ કરી શકે આ ઘર સહાય માટે અરજી વગેરે

ડોક્ટર આંબેડકર આવાસ પહેલ થકી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને ઘર બનાવવા માટે 1 લાખ 20 હજાર ની સહાય આપવામાં આવે છે આ રકમ કુલ 03 હપ્તામાં આપવામાં આવતા હોય છે આ રકમથી સારું ઘર બનાવી શકાય છે તેમજ ફ્રીમાં મકાન મળી જાય છે આ યોજનાનો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમને કાચું ઘર હોય તેમને મળે છે

ડોક્ટર આંબેડકર આવાસ (મકાન) યોજનાનો મુખ્ય ઉદેશ્ય | Dr. Ambedkar Awas Scheme

આ યોજનાનો મુખ્ય ધ્યેય એ છે જે અનુસૂચિત જાતિના નબળી નાણાકીય સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે (બીપીએલ) જીવતા ઘર વગરના લોકોને સમય બદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરું પાડવાનો છે તેમજ ઘર વગરના અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું મકાન બાંધવા માટે કુલ 1 લાખ 20 હજારની સહાય આપવામાં આવે છે.

આ સહાયક કુલ 03 હપ્તામાં આપવામાં આવતા હોય છે આ યોજનામાં પહેલો હપ્તો 40 હજાર નો બીજો હપ્તો 60 હજાર નો અને ત્રીજો હપ્તો 20 હજાર નો આપવામાં આવે છે આ મુકુલ 1 લાખ 20 હજાર આપવામાં આવે છે

ડોક્ટર આંબેડકર મકાન સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે?

આંબેડકર મકાન સ્કીમનો લાભ મેળવવા માટે કેટલીક યોગ્યતા હોવી જોઈએ જે નીચે પ્રમાણે છે:

  1. આંબેડકર મકાન સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરનાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
  2. અરજી કરનારની ઉંમર ન્યૂનતમ ઓછી 21 વર્ષની હોવી જોઈએ
  3. અરજી કરનાર એ પોતાના પ્રમાણપત્રો મુજબ અરજીના નામ અને પર્સનલ વિગતો લખવાની રહેશે
  4. જો લાભાર્થીએ અગાઉ આ પ્રકારની સ્કીમનો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે
  5. આવા સહાય નો 02 હપ્તો મળ્યા બાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે
  6. આ યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જાતિના નબળી નાણાકીય સ્થિતિ ધરાવતા લોકો લઈ શકશે
  7. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹6 લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 6 લાખ થી વધુ ન હોવી જોઈએ
  8. અરજી ઓનલાઇન કર્યા બાદ અરજીની 02 નકલ અરજી કરનારે જિલ્લા પંચાયતમાં જમા કરવાની રહેશે
  9. જ્યારે ઘર પૂરી રીતે બની જાય ત્યાર પછી ફરજિયાત પણે ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની તકતી લગાવવાની રહેશે

ડૉ. આંબેડકર આવાસ યોજના માટે મળવાપાત્ર લાભો

  1. ઘર બાંધવા માટે કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળવાપાત્ર થશે
  2. આ રકમ કુલ 03 હપ્તામાં આપવામાં આવશે
  3. આ યોજના મુજબ લાભાર્થીને પોતાનું પાકું ઘર મળશે
  4. પ્રથમ હપ્તો 40 હજાર નો બીજો હપ્તો 60 હજારનો અને ત્રીજો હપ્તો 20 હજારનો ચૂકવવામાં આવશે
  5. તે પૈકી પહેલો હપ્તો વહીવટી મંજૂરના હુકમ સાથે ત્યાર પછી 02 હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને 03 હપ્તો સૌચાલય સહિતનું કામ પૂરું થાય ત્યારે આપવામાં આવે છે

Dr. આંબેડકર ઘર સહાય યોજના માટેના જરૂરી ડોક્યુમેંટ્સ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • આવકનું સર્ટિફિકેટ
  • જાતિનું સર્ટિફિકેટ
  • રહેઠાણનો પુરાવો
  • જમીન માલિકીનો પુરાવો
  • બેંક ખાતાની પાસબુક
  • જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતા નકશા ની નકલ
  • ઘર બાંધકામ ચીઠી
  • સ્વ ઘોષણાપત્ર
  • પતિના મરણનું સર્ટિફિકેટ (જો વિધવા હોય તો)
  • જે જગ્યાએ ઘર બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ ઓર મકાન નો ફોટો

ડૉ. આંબેડકર મકાન યોજના ઓનલાઈન અરજી પ્રોસેસ ?

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે સતાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ ખોલો (બ્રાઉજર માં જઈને ઓપન કરો)
  • ત્યાર પછી નવી નોધણી પર ક્લિક કરીને નવું ખાતું બનાવો
  • બધી જ વિગતો ભરીને સબમિટ કરો
  • ત્યાર પછી તમારા ફોનમાં આઈડી અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરો
  • લોગીન કર્યા પછી બધી સ્કીમો ખુલશે તેમાંથી ડૉ આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરો
  • ત્યાર પછી તમારી બધી વિગતો ભરો
  • વિગતો ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી છેલ્લે માં અરજી સેવ કરો
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરો
  • અરજી સબમીટ કરશો એટલે તમારા ફોનમાં અરજી નંબર આવી જશે
    ત્યાર પછી અરજીની રસીદ કરી લો

Leave a Comment