Anubandham portal registration 2024 નમસ્કાર દોસ્તો, બેરોજગાર લોકોને રોજગારની સુવિધા આપવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના પોર્ટલ ચલાવવામાં આવે છે. અને આ પોર્ટલોમાં નોકરીઓ માટે લોકો અરજી કરી શકે છે. તેમાં રાજ્ય સરકાર દ્વારા લોકોને રોજગાર આપવા માટે અનુબંધમ રોજગાર પોર્ટલ ની શરૂઆત કરેલી છે. અને આ પોર્ટલ દ્વારા જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને રોજગાર મળી શકે છે ઘરે બેઠા મેળવો ઑનલાઇન નોકરી આપનાર લોકોને કર્મચારીઓ મળી શકે છે કે જેમણે તેઓ પોતાની નોકરી પર રાખી શકે છે. અમે તમને આજના આ બ્લોગ પોસ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ પર નોધણી કેવી રીતે કરવું અને તેના માટે ની યોગ્યતા, જરૂરી ડોક્યુમેંટ્સ વગેરે વિશે જણાવીશું. Anubandham portal registration 2024
- 1 અનુબંધમ રોજગાર પોર્ટલ માટેની પાત્રતા
- 2 અનુબંધમ રોજગાર પોર્ટલ થી થતા લાભ
- 2.1 Google Pay Personal Loan: ગુગલ પે તાત્કાલિક આપી રહ્યું 10 હજાર થી 50 હજાર સુધીની લોન, જાણો લોનની તમામ માહિતી
- 2.2 અનુબંધમ રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ
- 2.3 Anubandham Gujarat Portal Login (Anubandham Rojgar Portal Online)
- 2.4 Anubandham Rojgar Portal Job Seeker Registration
- 2.5 Anubandham Rojgar Portal Online Job Provider Registration
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: નવી નોંધણી કેવી રીતે કારવી, જાણો માહિતી ગુજરાતીમાં
- વિભાગનું નામ – Directorate of Employment & Training, Government of Gujarat
- પોર્ટલ પર ઓનલાઇન નોધણી કેવી રીતે કરવી (કોઈપણ જગ્યાએથી)
- રોજગારનો પ્રકાર . શિક્ષિત અને અશિક્ષિત (Education Wise Jobs)
- પોર્ટલ લોન્ચ કર્યાની તારીખ – 06/08/2021
અનુબંધમ રોજગાર પોર્ટલ માટેની પાત્રતા
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ પોર્ટલનું ઓનલાઈન નોધણી ની સુવિધા આપેલી છે. આ પોર્ટલ પર અશિક્ષિત લોકો, પોતાની આવડત ધરાવતા લોકો પોતાનું નોધણી કરાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ શિક્ષિત બેરોજગાર આ પોર્ટલ પર વિનામુલ્યે ઓનલાઇન રજીસ્ટ્રેસન કરાવી શકે છે. Anubandham portal Login Anubandham Gujarat Rojgar portal
અનુબંધમ રોજગાર પોર્ટલ થી થતા લાભ
- જોબ મેળવવા માંગતા યુવાનોને ઘરે થી ઓનલાઈન નોધણી કરી શકશે.
- નોધણી અને કરિયર કાઉન્સેલિંગ માટે રોજગાર કચેરી સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ રોજગાર પોર્ટલ દ્વારા પોતાના ફોન દ્વારા મેળવી શકશે.
- આ વેબસાઇટ પર ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો નોકરી મેળવી શકશે.
- ફિલ્ટર અને ક્વિક સર્ચની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
- અરજી કરનાર ની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
- અનુબંધમ રોજગાર પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ નોધણી થશે, જેથી કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
- આ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સાચી વિગતો મેળવી શકે છે.
- અનુબંધમ રોજાગર પોર્ટલ મોબાઈલ એપ અને પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્ટરવ્યુહ વિશેની વિગતો પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
- અનુબંધમ રોજાગર પોર્ટલ દ્વારા નોકરીદાતાઓને જુદી જુદી જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
- નોકરીદાતાને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
- નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્ટરવ્યુહ યોજી શકે છે.
- રોજગારદાતાઓ ઓનલાઈન રજીસ્ટ્રેસન દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની વિગતો અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
- જોબ આપનાર નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત હેઠળના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
- Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને રોજગાર મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને વિગતો સરળતાથી મળશે.
અનુબંધમ રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ
- મોબાઈલ નંબર અને Email Id
- ફોટોકોપી
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની માહિતી દર્શાવતું પ્રમાણપત્ર
Anubandham Gujarat Portal Login (Anubandham Rojgar Portal Online)
ગુજરાતનાં ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ રોજગાર પોર્ટલ પર ઓનલાઈન નોધણી કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન 02 પ્રકારના હોય છે. Job Seeker login OR Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની વિગતો નીચે મુજબ આપેલી છે.
Anubandham Rojgar Portal Job Seeker Registration
- સૌ પહેલા Google Search Bar માં “Anubandham Portal” ટાઈપ કરવું.
- ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” ટેબ પર ક્લિક કરવું.
- જેમાં રોજગાર મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” પસંદ કરવાનું રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે પોતાની “Email Id” અથવા મોબાઈલ નાખીને ઓટીપી દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
- ઓટીપી વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક મુખ્ય વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 06 પ્રકારની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે.
- ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી વિગતો ભરવાની રહેશે.
Anubandham Rojgar Portal Online Job Provider Registration
- સૌ પહેલા Google Search માં “Anubandham Portal” ટાઈપ કરવું.
- ત્યાર બાદ અનુબંધમ પોર્ટલ પર “Register” ટેબ પર ક્લિક કરવું.
- જેમાં નોકરીદાતા હોય તો “Job Provider” પસંદ કરવાનું રહેશે.
- ત્યારબાદ રોજગાર આપનારએ એ પોતાની Email Id OR ફોન નંબર નાખીને, મોબાઈલ પર આવેલા ઓટીપી દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
- ઓટીપી વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની બેસિક વિગતો ભરવાની રહેશે.
- ત્યારપછી “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.